Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

એસી ઓફિસમાં કોરોનાના ચેપની શકયતા વધુ

એક જ જગ્યા પર કલાકો સુધી સમય પસાર કરનારાઓમાં પણ કોરોનાનું સંક્રમણ : કોરોનાના અત્યાર સુધી કેસમાં સુરતએ કરેલા વિશ્લેષણમાં બહાર આવેલા ચોંકાવનારા તથ્યો

સુરત,તા.૮ :  એસી ઓફિસમાં કામ કરનારાઓમાં કોરોનાના સંક્રમણની શકયતા વધુ હોવાનું બહાર આવ્યું છે. જેથી એસી ઓફિસમાં પણ હવાની  અવરજવર માટે વેન્ટિલેશનની સુવિધા રાખવામાં આવે તેવી ખાસ અપીલ પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ કરી છે.

પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં મળી આવેલા કોરોનાના કેસનું વિશ્લેષણ કરતા એસી ઓફિસમાં કામ  કરનારા, હોટલના હોલમાં એસી ઓફિસમાં પાર્ટી કે લગ્ન કરનારાઓમાં કોરોના સંક્રમણ થવાની શકયતા વધુ હોય છે. કારણ કે એક જગ્યા  પર સૌથી વધુ સમય પસાર કરવાની સાથે સાથે એસી હોવાથી કોરોના ફેલાવો વધી જાય છે. તેના માટે હવાની અવરજવર હોય તે પ્રમાણેની  વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ. સાથે સાથે એક જ જગ્યા પર એકથી વધારે લોકો સાથે સમય પસાર કરવામાં આવે તો પણ કોરોનાનો ચેપ  લાગતો હોય છે. તેના કારણે ગીચતા હોય, સાંકડી શેરી હોય અથવા તો ઓફિસમાં બેસીને કલાકો સુધીનો સમય પસાર કરવાનો હોય તેવા  કિસ્સામાં ફરજિયાત માસ્ક પહેરવામાં આવે તો કોરોનાના ચેપથી બચી શકાય છે.

(11:19 am IST)