Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુરતમાં એક સાથે 11 ડૉક્ટર્સને કોરોના પોઝીટીવ : ભાજપના ધારાસભ્ય ઝાલાવડીયા પણ ઝપટે ચડ્યા

ડોક્ટર સહીત બે નર્સ અને કામરેજ પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ પોઝીટીવ

સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11 જેટલાં ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ થયાં છે. જ્યારે આજે આવેલા 204 કેસમાં ડૉક્ટર્સ સહિત 2 નર્સ, કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા અને કામરેજ પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ પણ કોરોના પોઝિટિવ થયાના સમાચાર છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં આજે મંગળવારે શહેર (204) અને ગ્રામ્ય (45) એમ મળીને કુલ 249 કેસ આવ્યાં હતાં. આંકડો સુરતમાં સતત સાતમા દિવસે 200થી વધુ કેસ નોંધાવનારો હતો

(12:21 am IST)
  • ૪૮ કલાક દરમિયાન ૫૦થી ૬૦ કિ.મી.ની તોફાની ઝડપે પવન ફૂંકાશેઃ રાજકોટ : દક્ષિણ - પશ્ચિમ, પશ્ચિમ મધ્ય અને ઉત્તરના ભાગોમાં અરબી સમુદ્ર અને તેની સાથે જોડાયેલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાશે : માછીમારોને ૪૮ કલાક દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. હવામાન ખાતુ access_time 11:02 am IST

  • રાજ્યભરમાંથી ફરજ બજાવતા 162 હેડ સ્ટાફ નર્સ અને નર્સોની 10 દિવસ માટે સુરતમાં પ્રતિનિયુક્તિ : કોરોના મહામારીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણંય : કાર્યાલય આદેશ ન, 338-બ -5 તા,7-7-2020થી ઓર્ડર થયા access_time 12:59 am IST

  • સ્ટેટ બેન્કે ૧૪મી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો : હોમ લોન સસ્તી થશે : સાથે સાથે ઈએમઆઈનો બોજ પણ ઓછો થશે access_time 12:50 pm IST