Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજપીપળા આશાપુરી મંદિર પાસે જ પાણીની લાઈનનું ખોદકામ કરી ખાડો ખુલ્લો રખાતાં વાહનોને નુકસાન

એક મહિનાથી પાણીની લાઈનની મરામત માટે મંદિરની બાજુ મા જ ખાડો ખોદયા બાદ કોઈ ભારવા ન આવતા રોજ બે ત્રણ વાહનોને નુકસાન :સ્થાનિકો માં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલીકાનો ખાડે ગયેલો વહીવટ દિવસે દિવસે વધુ ખરાબ થતો જોવા મળી રહ્યો છે જેમાં પાણી,લાઈટો,સફાઈ સહિતની પાયાની સુવિધા પૂરી પાડવામાં પણ પાલીકા તંત્ર તદ્દન નિષ્ક્રિય હોય તેમ લોકો ફરિયાદો કરવા છતાં કોઈ ખાસ ધ્યાન આપતું નથી.

  રાજપીપળાના જાણીતા આશપુરી મંદિર ને અડીને જ એક મહિનાથી પાણીની તકલીફ માટે લાઈન રીપેર કરવા ખાડા તો ખોદયા પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી ન થઈ અને એક મહિના થી ખુલ્લો પડેલો ખાડો સ્થાનિકો અને વાહકન ચાલકો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે. પાણી ની સમસ્યા તો દૂર કરાઈ નથી પરંતુ પાલીકા ટિમ દ્વારા ખોડાયેલા આ ખાડા માં રોજ એક બે વાહનો ખાબકતા નુકસાન થઈ રહ્યું છે જ્યારે વાહન ચાલકો અને સ્થાનિકો માટે એક ભુવો ખતરારૂપ સાબિત થઈ શકે તેમ હોવા છતાં લાવરિસ હાલત માં ખુલ્લો રહેલા ભુવા માં આજે એક સ્થાનિક ની કાર નું વ્હીલ પડતા તેનું ટાયર ફાટી ગયું સાથે ડિસ પણ તૂટી જતા હજારો નું નુકસાન થતા અકડાયેલા સ્થાનિકો એ પાલીકા ના સ્થાનિક સદસ્ય ને બોલાવતા ઘણાં દિવસ બાદ ત્યાં બે કકમદારો એ કામગીરી શરૂ કરી હતી.જોકે હજુ પાણીની સમસ્યા ક્યારે હલ થશે એ બાબતે હાલ કઈ કહી શકાય તેમ નથી પરંતુ મામુલી તકલીફ માં પણ એકાદ મહિના સુધી ખુલ્લો રખાયેલો ખાડો હવે મરામત બાદ ક્યારે પુરાશે એ પણ એક સવાલ છે.હાલ આ બાબતે સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.

 

(10:22 pm IST)