Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વલસાડ પહોંચેલ એન.ડી.આર.એફની ટીમએ શહેરની ઔરંગા નદી અને તેના આજુબાજુના વિસ્તારોમાં પૂરગ્રસ્ત હોય ત્યાં નિરીક્ષણ કર્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :હવામાન વિભાગની આગાહી ને પગલે રાજ્યનું તંત્ર એલર્ટ છે અને રાજ્યમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં એન.ડી.આર.એફ ની ટીમ મોકલવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે આજરોજ વલસાડ આવી પોહચેલી એન.ડી.આર.એફ ની ટીમએ શહેરની ઔરંગા નદી અને તેના આજુબાજુના વિસ્તારો જે પૂરગ્રસ્ત હોય ત્યાં નિરીક્ષણ કર્યું અને આવનાર દિવસોમાં પુરની સ્થિત સર્જાઈ તો કઈ રીતે લોકોને બચાવવા અને રાહત કામગીરી કરવી એ સંદર્ભે આજરોજ વલસાડ મામલતદાર અને પાલિકા ફાયરની  ટિમ સાથે એન.ડી.આર.એફ ની ટિમ ફરી હતી અને પરિસ્થિતિ નો ત્યાગ મેળવ્યો હતો

(8:37 pm IST)