Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : રેકોર્ડબ્રેક નવા 778 કેસ : કુલ કેસ 37636 થયા : વધુ 17 લોકોના મોત : મૃત્યુઆંક 1979

સુરતમાં હાહાકાર મચાવ્યો સૌથી વધુ 249 નવા કેસ, અમદાવાદમાં 187 કેસ, વડોદરામાં 68 કેસ,રાજકોટમાં નવા 40 કેસ, ભાવનગરમાં નવા 21 કેસ : વધુ 421 દર્દીઓ સાજા થતા કુલ 26744 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 778 નવા કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 37,636 થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના મોત નિપજ્યા છે કુલ મૃત્યુઆંક 1979 થયો છે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 778 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. 

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 421 દર્દીઓ સાજા થયાં છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 26744 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા  જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

   સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 249નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 204 અને સુરત જિલ્લામાં 45 કેસ નોંધાયા છે. .

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 172 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે.આ ઉપરાંત વડોદરામાં 68 કેસ, ભાવનગરમા 21 કેસ  નોંધાયા છે આજે વધુ 421 દર્દીઓ સાજા થતા કુલ 26744 લોકોએ કોરોનાને હરાવ્યો છે

(7:35 pm IST)