Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અમદાવાદમાં 10 જેટલા રિક્ષાચાલકોના સંગઠન દ્વારા એકદિવસીય હડતાળ કરવામાં આવી

અમદાવાદ:શહેરમાં આજે રીક્ષાચાલકો દ્વારા એક દિવસની પ્રતિક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળમાં અંદાજે 2 લાખ રીક્ષાચાલકો જોડાશે. રીક્ષાચાલકોના 10 જેટલા સંગઠન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા કોરોના મહામારીમાં રાહત પેકજ મળતા રીક્ષા ચાલકો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. રીક્ષા ચાલકો દ્વારા 15 હજાર જેટલી રોકડ સહાય માટે રીક્ષા ચાલકો મેદાને ઉતર્યાં છે.

રીક્ષાચાલકના 10 જેટલા સંગઠનોનું સમર્થન હોવાનું જણાવા રીક્ષા યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે આજે પ્રતિક હડતાળ કરીશું. જો કે શહેરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ઇમર્જન્સી સેવા રીક્ષા ચાલુ રાખવામાં આવશે

(5:35 pm IST)