Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મહેસાણા નજીકથી લઇ જવાતો 80 લાખનો શંકાસ્પદ દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

મહેસાણા: ઊંઝાથી મુદ્રા પોર્ટ થઈને દરિયાઈ માર્ગે ઈજિપ્ત લઈ જવાતા રૃ.૮૦ લાખની કિંમતનો શંકાસ્પદ જીરૃનો જથ્થો મહેસાણા અને પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સંયુકત ઓપરેશન પાર પાડીને ઝડપી લીધો હતો. જેના પગલે ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. સમગ્ર પ્રકરણમાં ફૂડ સેફટી વિભાગે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને જીરૃ ભરેલા બે કન્ટેનરો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજયના ફૂડ સેફટી વિભાગના કમિશ્નર ડૉ. એચ.જી. કોશીયા અને નાયબ કમિશ્નર દિપીકા ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહેસાણાના ફૂડ સેફટી ઓફીસર એસ.કે. પ્રજાપતિ જયારે પાટણ ફૂડ સેફટી ઓફીસર એસ.બી. પટેલ સહિતની ટીમે શંકાસ્પદ જીરૃની તપાસ શરૃ કરી હતી.
 

(6:08 pm IST)