Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કપડવંજ-લાડવેલ રોડ પર બે કન્ટેનર સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બે ચાલકો ઈજાગ્રસ્ત

કપડવંજ:કપડવંજ-ડાકોર રોડ પર વિઠ્ઠલપુરા નજીક કન્ટેનર અને ટ્રક સામ-સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનના ચાલકોને ઈજા થઈ હતી.

 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ રાજસ્થાનમાં ઉદેપુરમાં રહેતા છગનજી ચુનાજી ગામેતી ગત તા.૪-૬-૧૮ની મધરાત્રે ટ્રક નં. આરજે-૨૭ જીએ-૪૭૬૫ હંકારી લાડવેલથી કપડવંજ તરફ વિઠ્ઠલપુરા પાટિયા નજીક સામેથી આવતું કન્ટેનેર ડી એલ-૧ ઈસી ૪૭૬૫ ધડાકાભેર અથડાઈ હતી. જેથી બંને વાહનોના આગળના ભાગને નુકસાન થયું હતું. તેમજ ટ્રક ડ્રાઈવર છગનની ગામેથી તથા કન્ટેઈનરના ચાલકને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે તખ્તસિંહ રામસિંહ રાજપૂતની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:06 pm IST)
  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST