Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કાલે વડોદરામાં આયોજીત ચિંતન શિબિરનું સમાપનઃ વહેલી સવારે યોગાભ્યાસથી શિબિરનો પ્રારંભ થશેઃ બપોર બાદ વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલના હસ્તે અેવોર્ડ અર્પણ કરાશે

ગાંધીનગરઃ વડોદરા જી.એસ.એફ.સી પરિસરમાં યોજાઈ રહેલી ત્રિદિવસીય મી વાર્ષિક ચિંતન શિબિરના  ત્રીજા દિવસનો પ્રારંભ  કાલે શનિવારે સવારે ૬.૩૦ કલાકે યોગાભ્યાસથી થશે.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત સૌ શિબિરાર્થીઓ તેમાં જોડાશે. વડોદરામાં યોજાયેલ ત્રિદિવસીય ચિંતન શિબિરનું આજે સમાપન થશે.

શિબિરના ત્રીજા દિવસે જે ચર્ચા સત્રો યોજાવાનાં છે તેમાં પ્રથમ ચરણમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા વિષયક અંતર્ગત ચર્ચાસત્ર યોજાશે.

ત્રીજા દિવસે જે અન્ય ચર્ચા સત્રો યોજાશે તેમાં  મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ અધ્યક્ષસ્થાને મેઇકીંગ ગર્વનન્સ સિસ્ટમ રીસ્પોન્સીવ સેન્સેટીવ એન્ડ વિજીલન્ટ વિષયક ચર્ચાસત્ર યોજાશે.

આવતીકાલે  ત્રીજા દિવસે બપોર બાદ સમાપન સમારોહમાં રાજયના શ્રેષ્ઠ કલેકટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવશે.

(5:23 pm IST)