Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના કહેર યથાવત : આજે પણ ૧૦૧ નવા કેસો નોંધાયા :.૭ દર્દીઓને કોરોના ભરખી ગયો

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : કોરોના કેડો મૂકતો નથી. વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૮ મી મે નાં રોજ ૧૦૧ નવા કેસોની સામે ૭ દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે.
  જીલ્લાના તાલુકા ઓ માં આજે વલસાડ ૩૨, પારડી ૧૯, વાપી ૦૬, ઉમરગામ ૧૮, ધરમપુર ૧૫, અને કપરાડા ૧૧ કેસો મળી કુલ ૧૦૧ નવા કેસો નોંધાયા છે.
  જૉ કે એની સામે આજે ૧૧૬ દર્દી ઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે. વહીવટી તંત્ર નાં અથાગ પ્રયત્નો બાદ પણ હજુ કોરોના કાબૂ માં આવતો જણાતો નથી.

(7:28 pm IST)