Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વડોદરાના કરજણ તાલુકામાં ખાણખનીજ વિભાગની ટિમ દ્વારા જપ્ત કરવામાં આવેલ ઓવરલોડ ટ્રકની રહસ્યમય સંજોગોમાં ચોરી થઇ જતા ચકચાર

વડોદરા : કરજણ તાલુકામાં ખાણખનીજખાતા દ્વારા જપ્ત કરેલી ઓવરલોડ હાઇવા ટ્રકની રહસ્યમય સંજોગોમાં ચોરી થતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે તા.૨ મેના રોજ સવારે ખાણખનીજખાતાની ટીમે નર્મદા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન અટકાવવા માટે ચેકિંગ હાથ ધર્યું હતું. આ વખતે સારીંગ ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રકો માઇનિંગ કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. આ ચારેય ટ્રકોને કરજણ તાલુકાના ફતેપુરા ગામ પાસે વી.કે. ટ્રેડિંગ સ્ટોકિસ્ટના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવી હતી. આ ચાર હાઇવા ટ્રકો પૈકી એક ટ્રકની ચોરી થઇ હોવાની જાણ થતા માઇન્સ સુપરવાઇઝર બિપીન ભુપતભાઇ કાછડીયા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં.

(4:39 pm IST)