Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

બિલ્ડરને લૂંટવા આવેલા ૪માંથી બેને ઝડપી પડાયા

બિલ્ડરને લૂંટવા લૂંટારુઓએ ખતરનાક પ્લાન ઘડ્યો બોમ્બે માર્કેટમાં જઈ રહેલા બિલ્ડરને આંતરી ૪ બદમાશો પૈકી એક યુવકે દારૂડિયાનો ઢોંગ કરી ઝપાઝપી કરી હતી

સુરત,તા.૭ : સુરત શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. સુરતનાં વરાછામાં જૂની બોમ્બે માર્કેટ પાસે કોન્ટ્રાક્ટર પાસેથી ચાર લૂંટારૂઓ મોબાઇલ ફોન અને રોકડની લૂંટ કરી રહ્યા હતાં. બરાબર આ જ સમયે પોલીસ પહોંચી જતાં બે લૂંટારૂ ઝડપાઇ ગયા હતા. જ્યારે બે ભાગવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વરાછામાં જૂની બોમ્બે માર્કેટ ખાતે જઈ રહેલા બિલ્ડરને આંતરીને ચાર બદમાશો પૈકી એક યુવકે દારૂડિયાનો ઢોંગ કરી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ બળજબરી કરી રોકડા રૂપિયા ૧,૫૦૦ અને મોબાઇલ લૂંટીને ટોળકી ભાગી જવાની ફિરાકમાં જ હતી. આ સમયે પોલીસ ત્યાં પહોંચી હતી જેથી બે લૂંટારૂ પકડાયા હતા. અડાજણમાં અયોધ્યાનગરી રોડ પર કેદારનાથ સોસાયટીમાં રહેતા મનિષ જયેશભાઇ ડોડિયા (૪૧) બિલ્ડર છે. ગત તા. ૬ના રોજ તેઓ વરાછા-જૂની બોમ્બે માર્કેટ પાસે કામાર્થે ગયા હતા. દરમિયાન માર્કેટના ગેટ નં-૧ પાસેથી પસાર થતી વેળા બે એક્ટિવા તેમના તરફ ધસી આવી હતી.

             બંને એક્ટિવા પર સવાર ચાર યુવકો પૈકી એક યુવકે દારૂડિયા હોવાનો ઢોંગ કરી મનિષભાઈની બાઇક પર પડી ગયો હતો. મનિષભાઇએ ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેના સાગરિતોએ વચ્ચે પડી મનિષભાઇના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧,૫૦૦ અને રૂપિયા ૫,૦૦૦નો મોબાઇલ કાઢી લીધો હતો. આ મુદ્દે તેઓ વચ્ચે ઝપાઝપી ચાલતી હતી ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલી વરાછા પોલીસ મથકના એલઆર ચંદ્રદીપ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસને જોઇ બે જણા ભાગી ગયા હતા, જ્યારે એક એક્ટિવાનેને મનિષભાઇએ પકડી લીધી હતી. ત્યારબાદ તે એક્ટિવા પર સવાર બંને યુવકોને પોલીસની મદદથી પકડી લેવાયા હતા. વરાછા પોલીસે પકડી પાડેલા બંને આરોપી સઇદ ઉર્ફે ચુહા નઝીરખાન પઠાણ (ઉ.વ. ૨૨, રહે. ખ્વાજાનગર, માનદરવાજા) અને મોહમંદ અબરાર ઉર્ફે અબુ ઇબ્રાહીમ શેખ (ઉ. વ. ૨૬, રહે. ખ્વાજાનગર, માનદરવાજા)ની ધરપકડ કરી હતી. બંને આરોપી રીઢા ગુનેગાર છે. અફઝલ ઉર્ફે નાવડી અને જલીલ શેખ મોબાઇલ અને રોકડ લૂંટી ભાગી ગયા હતા. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(9:45 pm IST)
  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST