Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

રાજ્યમાં માવઠાથી વરિયાળી, તમાકુ, બાગાયતી પાકને ભારે નુકસાન : ઘઉ, કેરી, ચણા, ચીકુ, જીરૂ સહિતના પાકને નુકસાન થવાની આશંકા

કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતોની વહેલામાં વહેલી તકે સરવે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ

અમદાવાદ :  રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ઘઉ, કેરી, ચણા, ચીકુ, જીરૂ સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.હાલમાં થયેલા માવઠાથી વરિયાળી, તમાકુ, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. હાલ તો કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સરવે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

(12:32 am IST)