Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બનાસકાંઠાના અમીરગઢ પોલીસ મથકના કોન્સ્ટેબલે ઝડપી પાડેલ દારૂનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યો !

બનાસકાંઠા: ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનો જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ અમીરગઢ પોલીસ મથકના આ કોન્સ્ટેબલે દારૂની ગાડી ઝડપી. ગાડીમાંથી પકડાયેલો દારૂ બારોબાર વેચી માર્યો. પોલીસ કોન્સ્ટેબલનું નામ નરસિંહ નાગજી  છે અને તેમણે 16 પેટી દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એવું જાણવા મળ્યું છે કે પીએસઆઈની ગેરહાજરીમાં દારૂની ખેપ કરી રહેલી કારને તેમણે ઝડપી હતી. ત્યારબાદ પકડાયેલા દારૂને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો.

15 દિવસની તપાસ બાદ પીએસઆઈએ કોન્સ્ટેબલ અને દારૂ ખરીદનારા બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો.

(5:17 pm IST)
  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST

  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST