Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજપીપળા વોર્ડ નં.૪ ના મતદારોને વોર્ડ.૬ માંથી ૪ માં જ સમાવેશ કરવા માટે ઇચ્છુક ઉમેદવારે કલેક્ટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલ નગરપાલિકા ની ચૂંટણીઓ નજીકમાં હોય તેવા સમયે રાજપીપળા શહેરના વોર્ડ નં -૪ ના સીમાંકનના નકશા મુજબ દોલતબજાર, સ્ટેશનરોડના મતદારોનો વોર્ડ નં-૬ માં સમાવેશ કરતા તે મતદારોને યથાવત વોર્ડ નં -૪ માં કરવા ઇચ્છુક ઉમેદવારે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.

  આવેદનપત્ર આપનાર રાજેશભાઇ માલી એ અવેદનમાં જણાવ્યું કે હું વોર્ડ નં -૪ માંથી ઉમેદવારી કરવાનો છું.વોર્ડ નં -૪ ની મતદાર યાદી જોતા અગાઉ વોર્ડ નં -૪ દૌલત બજાર ના આશરે ૧૫૦-૨૦૦ મતદારોના નામો ભુલથી વોર્ડ નં -૬ મો સમાવેશ કરેલ છે.

 આ તમામ મતદારોનો વ્યક્તિગત પણ વિરોધ હોવાથી તેમના મારફતે મતદારોને વોર્ડ નં -૪ માં જ સમાવેશ કરવા આવેદન દ્વારા રજુઆત કરાઈ છે.રાજપીપલા નગરપાલીકામાં સીમાંકન અગાઉ થયેલ છે . આ સીમાંકન જોતા સ્ટેશન રોડ,દોલતબજાર વોર્ડ નં -૪ માં છે જેથી મતદાર યાદીમાં સ્ટેશન રોડ, દોલત બજારના મતદારોને વોર્ડ નં -૪ માંજ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે જેથી વોર્ડ નં -૬ માંથી વોર્ડ નં -૪ ના તમામ મતદારોનો સામાવેશ કરવા પણ વિનંતી કરાઈ છે.

 6 વર્ષ પહેલાં સીમાંકન થયું હતું ત્યારબાદ કોઈ સીમાંકન થયુ નથી છતાં બોર્ડ.૪ ના મતદારો નો 6 માં સમાવેશ થયો છે જે ગેરકાયદેસર છે.સીમાંકન થયા વગર એક વોર્ડ માંથી બીજા વોર્ડમાં મતદારો લઈ ન જવાઇ તેમ ઇચ્છુક ઉમેદવાર રાજેશ માલી એ જણાવ્યું હતું

(11:51 pm IST)