Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મોઝદા ત્રણ રસ્તા પાસેથી ડેડીયાપાડા પોલિસે 80 હજારના મુદ્દામાલ સાથે દારૂની ખેપ મારતા છ બુટલેગરો ને દબોચી લીધા

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : ડેડીયાપાડા પોલીસે દારૂ લઈ આવતા છ બુટલેગરોને મોઝદા ત્રણ રસ્તા પાસે થી દારૂના કવાટરિયા અને બાઇકો સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જેમાં નિલેશ વિનોદભાઈ વસાવા, પ્રકાશ ચંદુભાઈ વસાવા, નરેશ શાંતીલાલભાઈ વસાવા કિરણ ઈશ્વરભાઈ વસાવા,સુરેશ ઈશ્વરભાઈ વસાવા, રમેશભાઈ નામનાઓ પાસેથી પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૪૭૩ની કિંમત રૂપીયા ૨૩, ૬૫૦- તથા બીયર ટીન નંગ-૭૨ કિંમત રૂપીયા ૭૨૦૦/- તથા બે મો.સા. તથા એક એકટીવા કુલ મળી કિમત રૂપિયા ૫૦,૦૦૦ સહિત કુલ મુદામાલ કિમત રૂપીયા ૮૦,૮૫૦ સાથે સુરેશભાઈ ઈશ્વરભાઈ વસાવા( રહે. માંડણ કૂવા ફળીયા તા. નાદોદ જી નર્મદા )ને આપવા જતા હતા તે દરમ્યાન ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડી પ્રોહી. કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:50 pm IST)