Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અડાલજ નજીક જમિયતપુરાના કટ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડ્યો

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પાસે જમીયતપુરાના કટ નજીક વિદેશી દારૃના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને અડાલજ પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી દારૃની ૮૪ બોટલ અને મોબાઈલ મળી કુલ ૪૧પ૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરી છે. 

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૃનો જથ્થો ઠલવાતો રહે છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દારૃની હેરાફેરી કરતાં શખ્સોને પકડી રહી છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જમીયતપુરા કટ પાસે રોડની બાજુમાં એક શખ્સ દારૃના જથ્થા સાથે ઉભો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં રિતેશ રામલાલજી સ્વામી રહે.તીલકનગર માર્કેટબીકાનેર રાજસ્થાન મળી આવ્યો હતો અને તેની પાસે કોથળામાં તપાસ કરતાં વિદેશી દારૃની ૮૪ બોટલ મળી આવી હતી. દારૃ અને મોબાઈલ ફોન મળી ૪૧૫૦૦ રૃપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રિતેશ દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે જાણવા માટે પોલીસે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:09 pm IST)