Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વડોદરાના ફતેપુરામાં એક જ મકાનમાં રહેતા બે ભાઈઓ બાખડ્યા:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના ફતેપુરા રાણાવાસમાં એક મકાનમાં રહેતાં બે ભાઇઓના પરિવાર વચ્ચે રસ્તામાં સાયકલ મૂકવા બાબતે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

ફતેપુરા રાણાવાસમાં રહેતા જીજ્ઞાાબેન સતિષભાઇ રાણા આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે બ્યુટીપાર્લર ચલાવે છે. તેમના પતિ વાઘોડિયા માર્શ રેમેડિસ નામની કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે

તેમના મકાનના ત્રીજામાળે રહેતો કાકાસસરાના પુત્ર અમિત ઠાકોરભાઇ રાણાએ ગત રાત્રે સાયકલ મૂકવા બાબતે ઝઘડો કર્યો હતો. અમિતની માતાએ જીજ્ઞાાબેનને માર માર્યો હતો. અમિતે ગેલેરીમાં મૂકેલા કૂંડા તથા ખુરશીઓ પણ તોડી નાંખ્યા હતાં. જે અંગે જીજ્ઞાાબેને અમિત રાણા, પૂનમ રાણા અને સંતોકબેન રાણા વિરૃધ્ધ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:06 pm IST)