Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજય પોલીસ તંત્રમાં પી.એસ.આઇ. કક્ષાએ ધરખમ ફેરફારો : લોકસભાની ચૂંટણી સંદર્ભે ત્રણ વર્ષથી વધુ સમય થયા ફરજ બજાવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કાનનીયા,અમરેલીના કરણસિંહ ગોહિલ, સુરેન્દ્રનગરના મયુરસિંહ જાડેજા સહિત ૩૪૮ જેટલા સબ ઇન્સપેકટરોની ડી.જી.પી દ્વારા બદલીઓ

રાજકોટઃ  લોકસભાની આગામી ચૂંટણીઓ ધ્યાને લઇ રાજય પોલીસ તંત્રમાં પોલીસ ઇન્સપેકટર કક્ષાના અધિકારીઓના પ્રથમ તબકકાના ૭૪ બદલી ઓર્ડરો  થયા બાદ પીએસઆઇ કક્ષાના પોલીસ અધિકારીઓના મોટા પાયે ફેરફારો રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવ્યા છે.  ચૂંટણી સંદર્ભે ત્રણ વર્ષથી વધુ સમય થયા ફરજ બજાવતા જે પીએસઆઇઓની બદલી થઇ છે તેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કાનનીયા,અમરેલીના કરણસિંહ ગોહિલ, સુરેન્દ્રનગરના મયુરસિંહ જાડેજા સહિત ૩૪૮ જેટલા અધિકારીઓનો સમાવેશ છે. વિશેષ વિગત  નીચે મુજબ છે.

(9:09 pm IST)