Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ફરીથી ગગડ્યો

નલિયામાં પારો ગગડીને ૧૫.૬ ડિગ્રી નોંધાયો : અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને ૧૭.૮ ડિગ્રી થયું : અમદાવાદ શહેરમાં જોરદાર ઠંડીનો અનુભવ

અમદાવાદ, તા.૭ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં એકાએક તીવ્ર વધારો થઇ ગયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે. નલિયામાં પારો ગગડીને ૧૫.૬ ડિગ્રી થયો છે. આવી જ રીતે ડિસામાં પણ લઘુત્તમ તાપમાન ૧૫.૬ સુધી નીચું રહ્યું છે. અમદાવાદમાં આજે સવારથી જ ઠંડીનો ચમકારો રહ્યો હતો. લઘુત્તમ તાપમાન ૧૭.૮ ડિગ્રી રહેતા લોકો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રોમાં દેખાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ આવતીકાલે અમદાવાદમાં મુખ્યરીતે વાદળછાયુ વાતાવરણ રહેશે નહીં. આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ બેથી ત્રણ દિવસ દરમિયાન પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે.

         વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી.

        સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે. આજે સવારે અમદાવાદમાં વાતાવરણ ધુમ્મસવાળું રહ્યું હતું અને ઠંડી અનુભવાઈ હતી. ભાવનગરમાં લઘુત્તમ તાપમાન ૧૯.૪ ડિગ્રી રહ્યું છે. ભુજમાં પણ પારો ગગડીને ૧૬.૬ ડિગ્રી થયું છે. રાજકોટમાં પણપારો ૧૬.૨ ડિગ્રી રહ્યું છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાને પરિણામ સ્વરુપે એકાએક ઠંડી વધી ગઈ છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં જોરદાર ઠંડી છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૭ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૭.૮

ડિસા............................................................ ૧૫.૬

ગાંધીનગર................................................... ૧૭.૭

વડોદરા....................................................... ૧૮.૮

સુરત........................................................... ૨૦.૪

વલસાડ....................................................... ૧૯.૧

અમરેલી............................................................ --

પોરબંદર..................................................... ૧૯.૮

રાજકોટ....................................................... ૧૬.૨

સુરેન્દ્રનગર.................................................. ૧૭.૫

મહુવા.......................................................... ૧૯.૯

ભુજ............................................................. ૧૬.૬

નલિયા........................................................ ૧૫.૬

કંડલા એરપોર્ટ............................................. ૧૭.૨

(9:44 pm IST)
  • હજુ એક રાહત પેકેજ આવશેઃ નિર્મલા સીતારામન : અર્થતંત્રને દોડતું કરવા વધુ એક રાહત પેકેજ આવશે સરકાર તેના પર કામ કરી રહી છે. નાણામંત્રી સીતારામનનો નિર્દેશઃ જીએસટીના રેટ અને સ્લેબમાં પણ ફેરફાર થશે. access_time 3:45 pm IST

  • વિશ્વની 10 પાવરફુલ ભાષાઓમાં ઇંગલિશ પ્રથમ નંબરે,ત્યારબાદ ફ્રેન્ચ, મેન્ડેરીએન, સ્પેનિશ, રશિયન, અરેબિક, જર્મન, જાપાનીઝ, પોર્ટુગીઝ અને દસમા નંબરે હિન્દી આવે છે access_time 10:06 pm IST

  • ઈન્ટરનેટ બંધના મુદ્દે જમ્મુ બંધનું અપાયેલ એલાન સંપૂર્ણ નિષ્ફળ : પેન્થર પાર્ટી સહિત કેટલાક સંગઠનોના નેતાઓ - કાર્યકર્તાઓને અટકમાં લઈને જમ્મુ બંધ સરકારે નિષ્ફળ બનાવ્યુ : જમ્મુ કાશ્મીરમાં સતત મહિનાઓથી ઈન્ટરનેટ સેવા બંધ રહેવાના, સરોર ટોલ પ્લાઝા ખોલવાના અને વધતી મોંઘવારીના વિરોધમાં આજે જમ્મુ બંધનું એલાન અપાયેલ : આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો થઇ રહ્યા હતા access_time 4:29 pm IST