Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સ્ટેચ્યૂ ઓફ યુનિટી તોડ્યો અમેરિકાની 133 વર્ષ જૂની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી રેકોર્ડ: પ્રવાસીઓની સંખ્યા દોઢ ગણી વધુ

ભરૂચ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવસીઓની સંખ્યા અમેરિકાના 133 વર્ષ જુનાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને નિહાળવા આવતાં પ્રવાસીઓ કરતાં દોઢ ગણી થઇ ગઇ છે. ગુજરાત સરકારે રજૂ કરેલાં આંકડા મુજબ સરદાર પટેલની પ્રતિમા જોવા દરરોજના 15,036 લોકો આવે છે. જ્યારે અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા રોજના 10 હજાર લોકો આવતા હોવાનો અંદાજ છે. નવેમ્બરના પ્રારંભમાં ગત વર્ષ કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો થયો છે. શનિ-રવિની રજામાં મુલાકાતીઓનો ધસારો 25 હજારે પહોંચે છે. વિઝિટર્સ ફી દ્વારા સરકારને અત્યાર સુધી રૂપિયા 85 કરોડની આવક થઇ છે.31 ઓક્ટોબર 2018માં લોકાર્પણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક વર્ષમાં 29,94,767 પ્રવાસીઓ નોંધાતા 88,49,14,198 રૂપિયાની આવક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઇ છે. પહેલા વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને આટલી મોટી આવકે દેશની તમામ વર્ષો જૂનાં પ્રસિદ્ધ સ્મારકોને પાછળ પાડી દીધા છે. વિશ્વની અજાયબીમાં ગણાતા પ્રેમના પ્રતીક એવા તાજમહાલને પણ વાર્ષિક અવાકમાં પાછળ છોડી દીધો છે. એક સર્વે પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાર્ષિક આવક સૌથી વધુ જોવા મળી છે. સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક વધુ નોંધાઈ છે. તાજ મહેલની આવક 56 કરોડ જ્યારે સ્ટેચ્યુની આવક 63 કરોડ થઈ છે.તો એક વર્ષમાં સ્ટેચ્યુ ખાતે 24 લાખ મુલાકાતીઓ આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે પ્રવાસીઓ અહીં અન્ય પ્રોજેક્ટ્સની પણ મઝા માંણી શકે છે. હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક, કેકટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, એકતા મોલ, એક્તા ઓડીટોરીયમ, બોટિંગ, ડાયનાસોર, ખલવાણી ઇકો ટુરિઝમ, ગ્લો ગાર્ડન પાર્ક જેવા નવાં આકર્ષણોનો ઉમેરો કરવામાં આવેલ છે. આકર્ષણોને કારણે પ્રવાસીઓ અહીં વધારે પ્રમાણમાં આવી રહ્યાં છે.ગુજરાત સરકાર અને નર્મદા નિગમે કરેલી જાહેરાત મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની બીજી અજાયબી અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પાછળ પાડી પ્રવાસીઓમાં સૌથી આગળ નીકળી ગયું છે.નવેમ્બર, ડિસેમ્બરમાં પ્રવાસીઓનો ગ્રાફ વધ્યો અને રોજની 15000 થી વધુ પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે.જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિમિટ 10 હજારની છે.આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની તમામ અજાયબીઓને પાછળ પાડી દેશે અને આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઉંચી પ્રતિમા બનશે તો પણ પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં એને કોઈ પાછળ પાડી શકે નહીં.

(4:57 pm IST)