Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સુરતના ઉધના વિસ્તારમાં યુવકની લાશ મળી : હત્યાની આશંકા

મોઢાના ભાગે ઈજાના નિશાનો :મૃતક યુવક શાહ એન્ટરપ્રાઈઝમાં કામ કરતો હતો.

 સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવી છે શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.યુવકની હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે

 પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક શાહ એન્ટરપ્રાઈઝમાં શ્રમીક તરીકે કામ કરતો હતો.યુવકના મોઢાના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા છે. પરંતુ તેની હત્યા થઈ છે કે પછી યુવકનું અકસ્માતે મોત થયું છે. તે સવાલ હજુ પણ અકબંધ છે. હાલ પોલીસે યુવકની લાશને પી.એમ અર્થે ખસેડી છે.

(1:34 pm IST)