Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગુજરાત : હવામાનમાં ફરી પલટો : વરસાદનો માહોલ

સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓએ હળવો વરસાદ : હવે આગામી બે ત્રણ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે

અમદાવાદ, તા. : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે હવામાનનો ફરી એકવાર પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર કચ્છના દ્ધારકા, પોરબંદર, કચ્છ જેવા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત હવામાન વિભાગના કહેવા મુજબ ઠંડીમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થશે. આજે કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. જ્યારે અમદાવાદમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહ્યું હતું. વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પારો ૧૯ રહ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

            આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છેમોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છેફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે પાટનગર ગાંધીનગરમાં પારો ૧૯. અને ડિસામાં ૧૮. રહ્યો હતો. હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હોવાથી લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૯

ડિસા

૧૮.

ગાંધીનગર

૧૯.

વડોદરા

૧૮.

સુરત

૨૫.

વલસાડ

૨૦.

પોરબંદર

૨૩.

રાજકોટ

૨૧.

સુરેન્દ્રનગર

૨૦.

મહુવા

૨૨.

ભુજ

૨૦.

નલિયા

૨૦.

કંડલા એરપોર્ટ

૨૦.

(9:36 pm IST)
  • લંડન બ્રિજ ઉપર આતંકી હુમલો કરનાર ઉસ્માન ખાનને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં તેના પૈતૃક ગામે દફનાવવામાં આવેલ છે access_time 10:06 pm IST

  • લશ્કરી કોન્વોય ઉપર હુમલાનો નિષ્ફળ પ્રયાસ : સોપોર-કુપવાડા નેશનલ હાઇવે ઉપર ''આઇઇડી'' શોધી કઢાતા વધુ એક મોટી વારદાત સર્જાતા રહી ગઇ : ઉત્તર કાશ્મીરના હંદવાડા ક્ષેત્રના વારપુરામાંથી આ ''આઇઇડી'' વિસ્ફોટક ઇલેકટ્રોનીક સુરંગ શોધી કઢાતા સુરક્ષાદળોને આતંકીઓના નાપાક મનસુબા ઉપર પાણી ફેરવી દીધેલ. સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. ઉત્તર - દક્ષિણ કાશ્મીરથી પસાર થતા રસ્તા ઉપર સુરક્ષા કડક કરી દેવાઇ છે. આતંકીઓ લશ્કરની કોન્વોયને ફુંકી મારવાના હોવાની સુરક્ષા દળોને આશંકા છે. access_time 4:28 pm IST

  • વિહિપે કહ્યું છે કે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અયોધ્યાની હદની બહાર જમીન આપવી જોઈએ access_time 10:09 pm IST