Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વાપીના સરકીટ હાઉસ નજીક સ્પીકરમાં દારૂની હેરાફેરી કરવાની સાથે ચાલકની ધરપકડ

વા૫ી: સરકીટ હાઉસ ચાર રસ્તા નજીક પોલીસે ટેમ્પામાં લઈ જવાતા ડીજેના  બે  સ્પીકરમાંથી રૃ.૧.૩૫ લાખનો દારૃના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૃ ભરાવનાર અને મંગાવનાર મળી બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. કોઈને પણ શંકા નહીં જાય તે રીતે દારૃનો જથ્થો સ્પીકરમાં છૂપાવ્યો હોવા છતાં પોલીસે કિમિયગીરીનો પર્દાફાશ કર્યો છે. વાપી ટાઉનના પોલીસ જવાનોએ આજે વાપી સરકીટ હાઉસ ચાર રસ્તા નજીક દમણથી આવી રહેલા છોટા હાથી ટેમ્પા (નં.જીજે-૨૩-વી-૬૪૧૧)ને અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા ડીજેના બે સ્પીકરો મળી આવ્યા હતા. જો કે પોલીસને શંકા જતા બંને સ્પીકર ખોલી તપાસ કરતા તેમાં દમણીયા બનવટનો દારૃનો જથ્થો જોઇ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. ટેમ્પો પોલીસ મથકે લઈ ગયા બાદ બંંને સ્પીકરમાંથી દારૃ બહાર કાઢી ગણતરી બાદ રૃ. ૧.૩૫ લાખની કિંમતની ૧૩૦૫૬ નંગ નાની-મોટી બોટલો અને ટેમ્પા મળી કુલ રૃ.૨.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે પોલીસે ચાલક દિપેશ જયંતિલાલ ચૂડાસમા (રહે. પેટલાદ)ની ધરપકડ કરી પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૃનો જથ્થો દમણથી લાલા નામના શખ્સે ભરાવી કરજણ રહેતા ધનેશ પ્રવિણભાઈ ચૌહાણને ત્યાં લઇ જવા કહ્યું હતું. પોલીસે લાલા અને ધનેશને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

 

(4:57 pm IST)