Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ખેડા પોલીસે નરસંડા ચોકડી પરથી ચોરીના બાઈક સાથે એક ઈસમને ઝડપ્યો

ખેડા: પોલીસે નરસંડા ચોકડી પરથી ચોરીના બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડી વાહનચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. 

 


એલસીબી ખેડા પોલીસ ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન નરસંડા ચોકડી ઉપર એક ઈસમ ચોરીના બાઈક સાથે આવવાનો હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન મોટર સાયકલ નં. જીજે એજે ૧૭૦૩ લઈ એક શખ્સ આવી પહોંચતા પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા કરણસિંહ ઘનશ્યામસિંહ સોલંકી (ઉંમર ૧૯) રે. ઈન્દ્રણજ સ્વામિનારાયણ ફળીયું તા. તારાપુર)નો હોવાનું જણાવ્યું હતું. 

આ ઈસમે ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. આમ, એલસીબી પોલીસને ચકલાસીના બાઈક ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.

(4:51 pm IST)