Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

‘હું છારા છું, હું ભણેલો છું અને હું ગુનેગાર નથી’ એવા લખાણ સાથેનું હાથમાં પ્લેકાર્ડ : છારા સમુદાયે ચલાવાયું અભિયાન

અમદાવાદના છારાનગરમાં પોલીસે વિમુક્ત સમુદાય એવા છારા સમુદાય પર ગુજારેલા અત્યાચાર સામે દુનિયભરમાં રહેતા છારા સમુદાયના યુવાનોએ એક વિશેષ રીતે વિરોધ પ્રગટ કર્યો છે. મુળ છારા સમુદાયનાં હોય અને હાલ ભણી-ગણીને વિદેશમાં સ્થાયી થયા હોય તેવા યુવાનોએ સોશિયલ મીડિયા પર તેમના ફોટા મૂકીને, ‘હું છારા છું, હું ભણેલો છું અને હું ગુનેગાર નથી’ એવા લખાણ સાથેનું પ્લેકાર્ડ હાથમાં રાખ્યુ છે.

  થોડા મહિનાઓ પહેલા વિશ્વભરમાં જાતિય સતામણીનો ભોગ બનેલી મહિલાએ આજ પ્રકારનું એક કેમ્પેઇન “#MeToo’ એ હેશટેગ સાથે ચલાવ્યું હતું.
   છારાનગરમાં 27 જુલાઇના રાત્રે પોલીસે કથિત રેડ કરીને રંગમંચ કર્મીઓ, પત્રકારો, વકિલો અને મહિલાઓ પર બેફામ માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભોગ બનનારમાં ફિલ્મમેકર દક્ષિણ છારાનો પણ સમાવેશ થાય છે.
   અમેરિકામાં રહેતા ઉત્તર છારાએ તેમના ફેસબૂક અકાઉન્ટ પર પ્લેકાર્ડ સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યુ છે, હું છારા છું, હું અન્જિનિયર છુ પણ હું ગુનેગાર નથી”

(9:33 am IST)