Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અમદાવાદના ગેગરેપ કેસનો તપાસ રિપોર્ટ મહિલા આયોગને સોંપાયો

અમદાવાદમાં ગેંગરેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે તપાસ રિપોર્ટ મહિલા આયોગનો સોંપી દીધો છે. ક્રાઇમ બ્રાંચે સાથે કેટલાક પુરાવા પર મહિલા આયોગને સોંપ્યા છે. રિપોર્ટની સાથે  ક્રાઇમ બ્રાંચે હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ શા માટે નથી કરવામાં આવી તેના કારણો પણ રજૂ કર્યા છે. આ કેસમાં યુવતીએ ગૌરવ દાલમિયા, વૃભષ મારુ, યામિની નાયર અને અન્ય ત્રણ અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી છે.

(2:04 pm IST)
  • રાજકોટ આર.આર.સેલનો સપાટો : ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામે થી અંગ્રેજી દારૂ સહિત રૂ. 65,32,800 નો મુદામાલ કબજે કર્યો : રાજકોટ આર.આર.સેલ ને મોટી સફળતા : રાજકોટ રેન્જ ની ટીમ દ્રારા રેઇડ કરતા સ્થાનિક પોલીસ આવી શંકાના ઘેરામાં access_time 9:17 pm IST

  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • મુંબઇમાં ગઇસાંજ થી આખીરાત ઝરમરથી ભારે ઝાપટાઓ વરસ્યા : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ નાગપુરમાં ગઇકાલે જોરદાર વરસી ગયા બાદ સાંજથી વરસાદ નથીઃ આજે શાળા-કોલેજો બંધ access_time 1:27 pm IST