Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અમદાવાદના ૪૮ વર્ષના પ્રકાશ પટેલ અને પ૯ વર્ષના હિરેન પટેલ બાઇક ઉપર લંડન સુધીની સફર ખેડીને પરત ફર્યાઃ ૭૦ દિવસમાં ૧૯ દેશો અને ૨૨,૦૦૦ કિલોમીટરનું પરિભ્રમણ

અમદાવાદઃ અમદાવાદના ૪૮ વર્ષના પ્રકાશ પટેલ અને પ૯ વર્ષના હિરેન પટેલે બાઇક ઉપર લંડનનો પ્રવાસ ખેડીને વિક્રમ સર્જયો છે.

આ બંને અમદાવાદીઓ હાલમાં જ અમદાવાદથી લંડન સુધીની સફર બાઈક પર ખેડીને આવ્યા છે. 70 દિવસમાં 19 દેશો અને 22,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. બુધવરે સવારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બંનેના પરિવારો અને ગન રાઈડ મોટરસાઈકલ ક્લબ (GRMC), અમદાવાદના સભ્યોએ બુકે અને હાર પહેરાવી શરણાઈ અને ઢોલના તાલે સ્વાગત કર્યું.

બંને માટે સાહસ નવું નહોતું. પ્રકાશે દોઢ લાખ કિલોમીટરથી પણ વધારે પ્રવાસ બાઈક પર કર્યો છે, જેમાં બદ્રીનાથ પહોંચવા માટે 4200 કિમી સુધી બરફમાં પણ બાઈક ચલાવ્યું છે. તો બીજી તરફ હિરેને 25,000 કિલોમીટરની સફર બાઈક પર ખેડી છે. જેટ લેગ હોવા છતાં બંનેએ બાઈક રાઈડની યાદગાર સફરને કેમેરામાં કંડારી. અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સ સાથે પણ બંને બાઈકર્સે યાદગાર મુસાફરી વિશે વાત કરી.

હિરેન કહ્યું કે, “અમારા રૂટમાં મ્યાનમાર, ચીન, કઝાખસ્તાન, રશિયા, ઈસ્ટોનિયા, Latvia, Lithuania, પોલેન્ડ, જર્મની, હોલેન્ડ અને બેલ્જિયમ આવ્યા. આ ટ્રીપનો અંતિમ પડાવ બેલ્જિયમના બ્રસેલ્સથી ફ્રાંસનો Calais હતો. અહીંથી અમે ફેરી દ્વારા યુકે અને અંતે લંડન પહોંચ્યા.પ્રકાશે કહ્યું કે, “જ્યારે તમે ગમતી વસ્તુ કરો છો તો તમે કંટાળતા નથી. અમે બધા રૂટને 600-700 કિલોમીટર પ્રતિ દિવસમાં ડિવાઈડ કર્યા હતા. રાત્રે આરામ કરતા હતા. જ્યારે જરૂર પડી ત્યારે અમે વધારે કલાક રાઈડ પણ કર્યું. જેથી કરીને દરરોજનો નક્કી કરેલો ટાર્ગેટ પૂરો કરી શકાય.

પ્રકાશે કહ્યું કે, “લંડનના Ace Café પહોંચવાનું છે તે વિચારીને જ મેં મારી ટ્રીપની શરૂઆત કરી હતી. મેં આ કેફે વિશે ખૂબ સાંભળ્યું અને વાંચ્યું હતું. બાઈકર્સનું હબ છે આ કેફે. એક દેશમાંથી બીજા દેશમાં મુસાફરી કરતી વખતે મને એ વાતનો અહેસાસ થયો કે માનવતા હજુ પણ જીવતી છે. અમને રસ્તામાં ઘણા લોકો મળ્યા જેમણે અમને કોઈ આશા વિના મદદ કરી, ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ ભૂલીને મદદ કરી.

હિરેન કહ્યું કે, “તેમને જોઈને અમને વસુધૈવ કુટુંબક્મમાં વિશ્વાસ થયો. 11 લોકોના એક મુસ્લિમ પરિવારે અમને તેમના ઘરે રહેવા આગ્રહ કર્યો. GRMCના ગ્લોબલ હેડ દ્વારા Ace Caféમાં અમારું સ્વાગત કરાયું. આ પ્રકારના કેફેની મુલાકાત લઈને એવું લાગે છે કે બાઈકિંગ પણ ધર્મ છે.

હિરેન જણાવ્યું કે, “અમે જુદા-જુદા પ્રદેશોમાં ફર્યા એટલે કોઈ એક સ્થળને ફેવરિટ ગણવું મુશ્કેલ છે. કાગ્રિસ્તાનની ગામઠી સુંદરતા, ધૂળિયા રસ્તા પર ચાલતાં ઊંટ અને ઘોડા જોઈને અરેબિયન નાઈટ્સની વાર્તાઓ યાદ આવી ગઈ. અને આ પ્રદેશમાંથી પસાર થવાની મજા આવી.

પ્રકાશે કહ્યું કે, “હિરેનભાઈ મને લાગે છે કે, ચીનના જીયોલોજીકલ પાર્કમાં આવેલા Zhangye Danxia Landના મેઘધનુષના પર્વતો અદ્ભૂત હતા. જુદા જુદા રંગના પથ્થરોના લેયર અને ખનીજોથી બનેલા એ પર્વતો હતા. 24 મિલિયન વર્ષોથી એકબીજાની નીચે આ રીતે દબાયેલા છે. ચીનના પહોળા રસ્તા ડ્રાઈવિંગ માટે ખૂબ સારા હતા.

પ્રકાશે કહ્યું કે, “ભારતમાંથી બહાર નીકળ્યા ત્યાર બાદ એકપણ અકસ્માત રસ્તામાં નડ્યો હોય તેવું થયું નથી. ભારત સિવાય બધા જ દેશોમાં ટ્રાફિકના નિયમોનું ચોકસાઈથી પાલન કરવામાં આવે છે. હું મારા બાઈક ગ્રુપ સાથે મળીને ટ્રાફિકા નિયમો અંગે જાગૃતિ વધારવા કામ કરીશ. હવે ભારતીયોએ ટ્રાફિકા નિયમોનું પાલન શીખવું પડશે.હિરેને કહ્યું કે, “અમે લોકોએ 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ન જવાનો નિર્ણય કર્યો હતો. અમે 90 કિમી પ્રતિ કલાકની સ્પીડે જ જતા હતા. કોઈ અન્યને સલાહ આપતા પહેલા તમે નિયમો પાળો તે ખૂબ જરૂરી છે.

હિરેને કહ્યું કે, “શાકાહારી માટે ફૂડ ઓપ્શન્સ ઓછા હતા. અમે ખાવા માટે થેપલા-ખાખરા અને અન્ય વસ્તુઓ લઈ જઈ શક્યા હોત કારણકે અમારી સાથે બે બેક-અપ કાર હતી. અમારી સાથે દેશના અન્ય શહેરોના 6 બાઈકર્સ પણ હતા. પરંતુ અમે એવું ન કર્યું. કેટલાક સ્થળો એવા હતા જ્યાં અમે નૂડલ્સ ખાઈને ચલાવ્યું અને જ્યાં માત્ર નોન-વેજ મળતું હતું ત્યાં માસના ટુકડા બહાર કાઢીને અમે માત્ર ગ્રેવી ખાધી.

પ્રકાશે કહ્યું કે, “અમને રશિયામાં જ ઈંડિયન ફૂડ ખાવા મળ્યું તે પણ મહેસાણાનું એક ફેમિલી મળ્યું એટલે. તે પરિવારે અમને ખીચડી ખવડાવી. કેટલીક વખત અમે લંચ કર્યા વિના જ બાઈક ચલાવતા રહેતા હતા. કદાચ ઓછો ખોરાક લેવાના કારણે જ અમે ફિટ રહી શક્યા. અમારા બંનેનું વજન ઘટી ગયું છે પણ અમે ખુશ છીએ.

પ્રકાશે જણાવ્યું કે, “હું ભાઈચારા અને શાંતિના મેસેજ સાથે પાકિસ્તાન જવા માગુ છું. નજીકના ભવિષ્યમાં મારું આ સપનું પૂરું કરવા માટે ભારત સરકાર મને મદદ કરે તેવું ઈચ્છું છું.

(6:17 pm IST)
  • સતત ચોથા દિવસે પણ ગોવામાં ભારે વરસાદ : નાગપુર વિમાની સેવાને અસરઃ ૧૯૯૪ બાદ ગોવામાં સૌથી ભારે વરસાદઃ કોંકણ-વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કરાયું : પણજી, માપુસા, વાસ્કો અને મડગાવમાં સતત ધોધમાર વરસાદઃ નીંચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:27 pm IST

  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST

  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST