Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજયના ૪પ તાલુકાઓમાં ઝરમરથી ૩ ઇંચ સુધીનો વરસાદ

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત મેઘરાજાના નિશાન પરઃ ખેતીના પાકોને ભારે નુકશાન

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી તા. ૭: હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર છેલ્લા ર દિવસથી રાજયના કેટલાક વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે જેને પગલે કેરી સહીતના પાકોને ભારે નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાઓ જોઇએ તો.

કડી ૬૭ મિમિ, વાંસદા પ૪ મિ.મિ., સાવરકુંડલા ૪૦ મિમિ, માંડવી ૩૭ મિમિ, વાંકાનેર ૩૪ મિમિ, વધઇ ર૬ મિમિ અને સરસ્વતી રપ મિમિ વરસાદ નોંધાયો છે તેમજ વ્યારા રર મિમિ, વિજાપુર ર૧ મિમિ, લોધીકા ર૦ મિમિ, મેઘરજ અને સાયલા ૧૭-૧૭ મિમિ, ધારી ૧૬ મિમિ, ધોરાજી, ડોલવણ અને સુબીર ૧પ-૧પ મિમિ, ઉમરપાડા ૧ર મિમિ, ચોટીલા ૧૧ મિમિ વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના ર૬ તાલુકાઓમાં ૧ થી ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે.

(11:57 am IST)