Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સુરત નજીક લાઈબ્રેરીમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા જીકી ઘાતકી હત્યાથી અરેરાટી

સુરત: નજીકના ઉધના રેલવે સ્ટેશન પાછળ આવેલી લાઇબ્રેરી નજીક એક યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કર્યાનો બનાવ આજે વહેલી સવારે બન્યો છે. સુરત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

મરનાર યુવાનના પરિવારને જાણ કરતાની સાથે પરિવારજનો પણ ધટના સ્થળે પહોંચી ગયા છે. યુવાન પાસેથી મોબાઈલ અને એક્ટીવા મળી આવ્યા છે. જોકે, મોબાઇલ ફોનના આધારે મરનાર યુવાનની ઓળખ થઈ શકી છે. રેલવે પોલીસનો સ્ટાફ પહોંચી ગયો છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

(5:27 pm IST)