Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વડોદરામાં ડોર ટુ ડોર કચરાના વાહનો બેફામ રીતે હંકારતા 73 વર્ષીય વૃદ્ધા હડફેટે આવતા તપાસ શરૂ

વડોદરા: શહેરમાં કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરાના વાહનો બેફામ રીતે હંકારવામાં આવી રહ્યા હોઈ જેના કારણે અકસ્માતના બનાવો બનતા નજરે આવે છે. ગઈકાલે સાંજે આવા જ એક બનાવમાં અકોટા ગાય સર્કલ નજીક દેરાસરમાં દર્શન કરવા માટે પગપાળા આવેલા 73 વર્ષીય વૃદ્ધાને ડોર ટુ ડોર કચરાના ટેમ્પા ચાલકે અડફેટમાં લીધા હોવાનો બનાવ બન્યો હતો. 

અકોટાની વિમલ રેસીડેન્સી ખાતે રહેતા કુસુમ લતાબેન દેરાસર માંથી બહાર નીકળી રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગાય સર્કલ થી પ્રોડક્ટિવિટી રોડ તરફ પુરઝડપે આવી રહેલા ટેમ્પાના ચાલકે તેમને ફંગોળી દેતા વૃદ્ધાને માથા તેમજ થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ લોકોનું ટોળુ ભેગું થતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો.

(5:24 pm IST)