Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

એચસીજી કેન્સર સેન્ટર વડોદરા અને SOUનાં સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એડમિનિસ્ટ્રેશનના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે "સમાનતાને સ્વીકારવાની પ્રતિજ્ઞા"નામની એક કેમ્પેઇન સાથે ઉજવવામાં આવ્યો, જેમાં સમાજમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને ઓળખવા માટેની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કેમ્પેઇનના ભાગ રૂપે, વડોદરાનું આઇકોનિક લેન્ડમાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી, અન્ય 4 લેન્ડમાર્ક લોકેશન્સ સાથે મહિલાઓની અદમ્ય ભાવનાને માન આપવા ગુલાબી રંગમાં પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં નર્મદા ડેમ, કેક્ટસ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ અને રમાડા બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસ ખાતે યોજાયો હતો અને તેમાં 3000 થી વધુ પ્રેક્ષકોએ હાજરી આપી હતી. સાંજે 7-15 વાગ્યેપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેઝર શો પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના માનમાં પ્રતિમાને ગુલાબી રંગમાં પ્રકાશિત કરવામાં આવી હતી. ઉદિત અગ્રવાલ- સીઈઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રીમતી શ્વેતા ટીઓટિયા - આઈએએસ અને નર્મદા જિલ્લાના કલેક્ટર ડો. રાજીવ ભટ્ટ, મેડિકલ ડિરેક્ટર, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા અને વરુણ મિશ્રા, ચીફ ઓપરેટિંગ ઓફિસર, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

લગભગ 1000 પિન્ક બલૂન્સ આકાશમાં છોડવામાં આવ્યા હતા.વધુમાં, પુરૂષો દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને મહિલાઓએ ગર્ભાશયના મુખના કેન્સરની રસી લઈને મહિનામાં એકવાર સ્વયં સ્તનની તપાસ કરીને અને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કેન્સર સ્ક્રીનીંગ કરીને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડનું વિતરણ સાથે ટી-શર્ટ, રિસ્ટ બેન્ડ અને ગુલાલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રવૃત્તિઓ ઉપરાંત, HCG એચસીજીકેન્સર સેન્ટર, વડોદરાએ પણ ઝુંબેશના ભાગરૂપે એક સામાજિક પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગમાં પુરૂષો સ્ટિલેટોઝમાં ચાલતા હતા અને તેમના અનુભવો શેર કરતા હતા કે તે ખરેખર સ્ત્રીના શૂઝમાં ચાલીને કેવું લાગે છે. તેનો ઉદ્દેશ્ય એક શક્તિશાળી પાવરફુલ મેસેજ આપવાનો હતો, જે મહિલાઓના રોજિંદા સંઘર્ષના પ્રતીક તરીકે સેવા આપે છે. પુરૂષોને સ્ટિલેટોસમાં ચાલવા માટે પડકાર આપીને, એચસીજીએ મહિલાઓને સહન કરતી ફિઝિકલ અને ઈમોશનલ પેઈન માટે વધુ સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહિત કરવાની આશા રાખી હતી.
આ પ્રસંગે બોલતા ડો. રાજીવ ભટ્ટ, મેડિકલ ડાયરેક્ટર, એચસીજી કેન્સર સેન્ટર વડોદરાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ અમારા માટે મહિલાઓની અજેય ભાવનાને સલામ કરવાનો અને તેમની પાસેથી પ્રેરણા મેળવવાનો એક ઉત્તમ અવસર હતો. એચસીજી ખાતે, અમે હંમેશા મહિલા સશક્તિકરણ અને સમાનતાને સમર્થન આપ્યું છે, અને અમે અમારી માન્યતાઓને પુનઃપુષ્ટ કરવા માટે આ તક ઝડપી લીધી છે."
ઉદિત અગ્રવાલ- સીઈઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જણાવ્યું હતું કે, “અમે આ પહેલ માટે એચસીજી સાથે જોડાઈને ખુશ છીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવા માટે એચસીજી કેન્સર સેન્ટર વડોદરા સાથે સહયોગ કરવો ખરેખર પ્રેરણાદાયક હતો. આ ઇવેન્ટ એ મહિલાઓની સ્થિતિસ્થાપકતા અને શક્તિ અને જેન્ડર ઇક્વાલિટી માટેની લડતમાં અમે કરેલી પ્રગતિની યાદ અપાવે છે. મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા અને વધુ ન્યાયી ભવિષ્ય માટે તેમના સમર્થનની પ્રતિજ્ઞા કરવા માટે ઘણા બધા લોકો એકઠા થાય છે તે જોઈને આનંદ થયો. આવા વિચારશીલ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું એચસીજીનો આભારી છું

(10:25 pm IST)