Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સાગબારાનાં ઘનશેરા ગામમાં વાવાઝોડાનાં કારણે બસ સ્ટેશન પરથી પતરું ઉડતા એકને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં સોમવારે જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ગામમાં ખેતરેથી પરત જતા દંપતી પૈકી પતિ ઉપર પતરું પડતા ઇજા થઇ હતી

મળતી વિગતો અનુસાર ફુલાવંતીબેન મહેશભાઇ વસાવા,રહે. ઘનશેરા નિશાળ ફળીયુ,તા. સાગબારા નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ તેમના પતિ મહેશભાઇ હુપાભાઇ વસાવા રહે.ઘનશેરા, નાઓ સાથે ઘનશેરા ગામની સીમમા આવેલ ખેતરમા ઘાસ કાપતા હતા તે વખતે અચાનક વાતાવરણમા પલટો આવી જતા વાવાઝોડુ ફુકાતા તેઓ ખેતરેથી ઘરે આવતા હતા તે વખતે ઘનશેરા ગામના બસ સ્ટેશન પાસે આવતા વાવાઝોડાના કારણે બસ સ્ટેશન ઉપર લગાડેલ લોખંડનુ પતરુ ઉડીને મહેશભાઇ હુપાભાઇ વસાવા નાઓ ઉપર પડતા લોખંડના પતરાની ધાર જમણા કાન ઉપર તથા ગળાના ભાગે વાગી જતા ઇજા થતાં લોહી નિકળતાં સાગબારા પોલીસે નોંધ લીધી છે.

   
(10:19 pm IST)