Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની વધતી ચિંતા : મોં સુધી આવેલો કોળિયો છીનવાયો

માવઠાને કારણે અનેક શહેરોમાં ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો

અમદાવાદ :  રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં જ વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે . કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોં સુધી આવેલો કોળિયો છીનવાયો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતને ફરી પડ્યા પર પાટું માર્યું છે. માવઠાને કારણે અનેક શહેરોમાં ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે

   
(9:25 pm IST)