Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જીલ્લા વહિવટી તંત્ર દ્વારા સાણંદ ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી

જેનેરીક દવાઓ આપવાની પધ્ધતિ, ગુણવત્તા અસરકારકતા, લક્ષણોની દ્રષ્ટીએ બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ સાણંદ ખાતે ૭મી માર્ચે જિલ્લા કક્ષાના જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા, સાણંદ પ્રાંત ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ ઓફિસર ડો. સ્વામિ કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર સાણંદ ડો. બી કે વાઘેલા, મેડીકલ ઓફિસરો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રવર્તમાન સમયમાં બજારમાં મળતી બ્રાન્ડેડ દવાઓની ખુબ જ ઉંચી કિંમત જનતાને ચુંકવવી પડે છે. જેનેરીક દવા ડોઝ, પ્રકાર, સલામતી, ક્ષમતા બ્રાન્ડેડ દવાઓની જેવી જ હોય છે. ઉપરાંત જેનેરીક દવાઓ આપવાની પધ્ધતિ, ગુણવત્તા અસરકારકતા, લક્ષણોની દ્રષ્ટીએ બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે. દેશભરમાં ૭મી માર્ચે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જીલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે પણ જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી અને લોકોને જેનેરીક દવાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(8:23 pm IST)