Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

વડિયા ગામે આજે પણ પત્થર ઘસી છાણા સળગાવી હોળી પ્રગટાવવાનો મહિમા યથાવત

આખું ગામ પૂજાવિધિ કરી પથ્થર ઘસી ઘાસનો પૂળો સળગાવે અને પછીજ હોળી માતાને પ્રગટાવે: આમ કરવાથી ગામમાં સુખ શાંતિ અને પ્રત્યેક ઘરમાં બરકત આવતી હોવાની માન્યતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડિયા ગામે આજે પણ પત્થર ઘસી છાણા સળગાવી હોળી પ્રગટાવવાનો મહિમા છે આખું ગામ પૂજાવિધિ કરી પથ્થર ઘસે ઘાસનો પૂળો સળગાવે અને પછીજ હોળી માતાને પ્રગટાવે છે. આમ કરવાથી ગામમાં સુખ શાંતિ અને પ્રત્યેક ઘરમાં બરકત આવતી હોવાની માન્યતા છે જે પેઠીઓ યહી ચાલતી આવે છે.  

રાજપીપળા જૂની પોસ્ટ ઓફિસ સહિત અનેક જગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવું સાથે સાથે નર્મદા જીલ્લા માં ઠેર ઠેર ધામ ધૂમ પૂર્વક હોળી પર્વની ઉજવણી કરવામાં આવી અને શેરીએ શેરીએ રાજપીપળા માં  હોળી પર્વે હોલિકાનું સ્થાપન કરી નાચગાન કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. નાંદોદ તાલુકના ગોપલપૂરા ગામમાં પણ હોળી પ્રગટાવી પૂંજા કરાઇ હતી જ્યારે રાજપીપળાને અડીને આવેલા વડિયા ગામે વર્ષો જૂની પરમ્પરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, આજે ઇલેક્ટ્રિક યુગ છે હવે લોકો રીમોટ થી રાવણ સળગાવે છે ત્યારે હોળી ના પર્વને લોકો આજે પણ એટલીજ આસ્થાથી માને છે અને આજે પણ  વડિયા ગામે બે પત્થરો ઘસી ને રૂ સળગાવે અને જેના થી છાણું પ્રગટાવે અને તે અગ્નિ થી હોલિકા દહન કરવામાં આવે આમ પૂરી શ્રધ્ધા થી લોકો આ પર્વની ઉજવણી કરી હતી. જેમાં ગામના આગેવાનો સહીત મોટી સંખ્યમાં લોકો હાજર  રહયા હતા. અને  હોળી પૂજા માં અબીલ,ગુલાલ,કંકુ,ધાણી,પૂજાપો હોમી પુજા કરી હતી.

 

(10:45 pm IST)