Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

આરઆરસેલ અમદાવાદ પોલીસે ટેમ્પો ટ્રાવેલ કારમાંથી 57 હજારના દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી

અમદાવાદ:આરઆરસેલ અમદાવાદ પોલીસે આજે બપોરે એક્સપ્રેસ વે-બ્રીજ નીચેથી ટેમ્પોટ્રાવેલ કારમાંથી વિદેશીદારૂ રૂ.૫૭,૬૦૦ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂપિયા ૧૦,૫૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરઆરસેલ અમદાવાદ રેંજ પોલીસ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પેટ્રોલીગંમાં નીકળી હતી. આ દરમિયાન મળેલ માહિતી આધારે આજે બપોરે નડિયાદ નજીક એક્સપ્રેસ વે ના બ્રીજ નીચેથી પસાર થતી ટેમ્પો ટ્રાવેલ્સ કાર નં. જીજે-૦૩ બીવી-૨૮૨૪ને ઉભી રખાવી તલાશી લેતા કારની પાછળ સીટો નીચે કાળા કલરની પ્લાસ્ટીકની કોથળીઓમાં છુપાયેલ વિદેશી દારૂની બોટલ નં.૧૨૦ કિંમત રૂ.૫૭,૬૦૦નો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારચાલકની અટક કરી પૂછપરછ કરતા વિશાલસિંહ સુનિલસિંહ રાજપૂત (રહે. જોનપુર, ઉત્તરપ્રદેશ હાલ રહે. મોરબી રોડ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અંગજડતીમાં રૂપિયા ૬૦૦ રોકડા, મોબાઈલ નં.૧ રૂપિયા ૫૦૦ તથા ટેમ્પો રૂપિયા ૧૦,૦૦૦ તેમજ વિદેશીદારૂ મળી કુલ રૂપિયા ૧૦,૫૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવ અંગે આરઆરસેલ, અમદાવાદની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:10 pm IST)