Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુરતના લીબાયતમાં ચાર વર્ષની રમતી બાળકીની છેડતીનો પ્રયાસ કરતા યુવાનને લોકોએ લમધાર્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર  વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી.ત્યારે એક અજાણ્યો યુવાન બાળકી પાસે આવીને તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો ગંદી હરકત પર બાળકીના પરિવારજનોની નજર જતાં તેને ઝડપી લેવાયો હતો

  સ્થાનિક લોકોને વાતની જાણ થતાં લોકોનું ટોળું એક્ઠું થઈ ગયું હતું. લોકોએ જાહેરમાં રસ્તા ઉપર યુવાનને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ ભેગા મળીને યુવાનના કપડાં ફાડી નાખીને ગડદા-પાટુનો માર માર્યો હતો.

(11:40 pm IST)