Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુરત -ઓલપાડ રોડ પર ટવેરા ચાલકે અડફેટે લેતા મહિલાનું મોત :સ્થાનિકોએ રસ્તામાં ચક્કાજામ કર્યો

ટવેરા ચાલકે મહિલા સહિત બે વાહનોને અડફેટે લીધા

સુરત :સુરતથી ઓલપાડ જવાના રસ્તે ટવેરા ચાલકે અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી અકસમાત બાદ સ્થાનિકો રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોની માંગણી સંતોષવાની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો.

     અંગે મળતી વિગત મુજબ સુરતથી ઓલપાડ જતા ચોકડી પાસે એક મહિલાને ટવેરા ચાલકે મહિલા સહિત બે વાહનોને અડફેટે લીધી હતી. જેના કારણે મહિલાના ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલાના મોતના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

(7:25 pm IST)