Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કરાર અને આઉટ સોર્સીંગથી ફરજ બનાવતા કર્મચારીઓના રાજય સરકાર દ્વારા થતા શોષણ અંગે રજુઆત કરાશે

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રતિનિધિઓ રાજયપાલને મળશે

અમદાવાદઃ તા.૭, અગિયાર માસ કરાર અને આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનુ ગુજરાત સરકાર દ્વારા ખુબજ શોષણ થઈ રહયું હોય અને એક જ કચેરીમાં એક જ હોદ્દા ઉપર કામ કરતા કર્મચારીઓના વેતન મા જમીન આસમાનનો તફાવત હોય છે. તે અંગે ગુજરાત જનતા જાગૃતિ મંચનું પ્રતિનિધિ મંડળ તા.૧૨ના રોજ રાજયપાલ શ્રીને મળી રજુઆત કરશે.

 અંગ્રેજોના શાસનકાળમાં જેમ  અંગ્રેજ સૈનિકોને વધુ પગાર અને ભારતીય સૈનિકોને ઓછો પગાર આપી ભેદભાવ રાખતા એવો જ ભેદભાવ અત્યારે ગુજરાત સરકાર કરી રહી છે આ કર્મચારીઓને કોઈ પણ કારણ આપ્યા વિના નોકરીમાંથી છુટા કરી દેવામાં આવે છે આ ડર કર્મચારીઓમા છેક ઉડી ઘુસી ગયો છે  ઘણા કર્મચારીઓ એવા છે જે નજીવા પગારમાં માંડ ગુજરાન ચલાવે છે ચારે બાજુ બેરોજગારીનો આલમ છે બીજી નોકરી મળવી મુશ્કેલ હોઈ પોતાના પરિવારને ભુખે ના મરવુ પડે એ માટે ચુપચાપ ગુલામી સહન કરી રહ્યા છે.

 પરંતુ આજે આપણે આઝાદ છીએ ભારતનુ બંધારણ આપણી પડખે છે અને દરેક સરકારે બંધારણ પ્રમાણે જ વહીવટ કરવાનો હોય છે બંધારણનુ પાલન કરાવવાની જવાબદારી રાજયપાલની છે  તેમ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય (મો.૯૭૨૫૫ ૪૨૮૭૪)એ જણાવેલ.

આ ભેદભાવને લઇને ૧૨ ફેબ્રુઆરીના રોજ સાજે ૫:૩૦ કલાકે ગુજરાત જનતા જાગૃતિ મંચનુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને રૂબરૂ મળી સમાન કામ સમાન વેતન અને સુરક્ષિત રોજગારી જેવા બંધારણિય અધિકારોના રક્ષણ માટે રજુઆત કરનાર છે.  પોતાના વિભાગની રજુઆત યોગ્ય રીતે કરી શકે એ માટે ગુજરાત જનતા જાગૃતિ મંચ મા જોડાયેલ હોય એવા અલગ અલગ વિભાગના પંદર સભ્યોને પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રજનીકાંત ભારતીય (અમદાવાદ), અમિતભાઇ ચૌહાણ (આણંદ), નિરજભાઇ પટેલ (અમદાવાદ), વિરેનભાઇ સીસોદીયા (અમદાવાદ) , જયેશભાઇ પરમાર (અમદાવાદ) નિલેશભાઇ ગઢવી (ભીલોડા), સુર્યકાંત રાઠોડ (મોડાસા), ઝુબેર સામોલ (ગોધરા), સંજયભાઇ રબારી (આણંદ), સ્નેહલબેન રાણા (ભરૂચ), રવિભાઇ મચ્છી (વડોદરા), રામરાજ શર્મા (છોટાઉદેપુર), અલ્લારખા મલેક (છોટાઉદેપુર), રણજીતસિંહ ઠાકુર (નડીયાદ) અને નરસંગભાઇ હડીયલ (સુયગામ) રાજયપાલશ્રી કોહલીને રજુઆત કરનાર છે. (૪૦.૪)

(3:27 pm IST)