Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અમદાવાદના ભાડજમાં ઈન્કમટેક્સ અધિકારીનાં પત્નીને માથામાં પથ્થર મારી લૂંટ :ખળભળાટ

અમદાવાદ: શહેરમાં એસ.પી.રિંગ રોડ પર આવેલા ભાડજ વિસ્તારમાં એક બંગલોઝમાં વહેલી પરોઢે ઇન્કમટેક્સ અધિકારીના ઘરમાં ઘૂસીને લૂંટારુઓએ મહિલા પર પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. લૂટારુઓએ ઇન્કમટેક્સ અધિકારીના પત્નીના માથા પર પથ્થર મારીને ૨૩ હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

  મળતી માહિતી મુજબ ભાડજ વિસ્તારમાં આવેલ સુપર સિટીની બાજુમાં રોયલ એલિગન્સ બંગલોઝમાં રહેતા વિમળાબહેન પંડ્યાએ સોલા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. વિમળાબહેન તેમનાં બે બાળકો સાથે રહે છે અને તેમના પતિ ખુબચંદભાઇ ગાંધીનગર ખાતે આવેલા ઇન્કમટેક્સ ડિપોર્ટમેન્ટમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, બે દિવસ પહેલા ખૂબચંદભાઇ વહેલી પરોઢે પાંચ વાગે ફૂલ લેવા માટે ગયા હતા ત્યારે વિમળાબહેન તેમના પુત્રો સાથે સુતાં હતાં.

  ખૂબચંદભાઇ ફૂલ લેવા માટે ગયા હતા ત્યારે તો ઘરનો મુખ્ય દરવાજો અોટોમેટિક બંધ થઇ ગયો હતો. વિમળાબહેન અને બાળકો ઘરમાં એકલાં હતાં તે સમયે બે શખ્સો ઘરની બારીનો દરવાજો તોડીને રૂમમાં આવ્યા હતા. દરમિયનમાં વિમળાબહેન જાગી જતાં બે શખસ તેમની સામે ઊભા હતા. વિમળાબહેન બૂમો પાડે તે પહેલાં લૂંટારોએ તેમનું મોઢું દબાવી દીધું હતું. વિમળાબહેન બે શખ્સોનો સામનો કરીને પ્રતિકાર કર્યો હતો ત્યારે લૂંટારુઓએ તેમને પથ્થર મારી દીધો હતો.

(1:58 pm IST)