Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગુજરાત રાજ્યપાલશ્રીના હસ્તે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના યુનિ.પ્રથમ બે છાત્રોને ગોલ્ડ મેડલ બે પ્રાધ્ચાપકોને Ph.D.ની પદવી એનાયત

અમદાવાદ તા.૭ દર વરસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાતો હોય છે. ચાલુ સાલે ૧૧ મો પદવી સમારંભ તા. ૫ ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો.

 જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠામ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમાર જાની રવિ સમગ્ર સોમનાથ સંસ્કૃત યુનિમાં.શાસ્ત્રી કક્ષામાં સર્વ પ્રથમ અને  નિરંજનદાસજી સ્વામી  શાસ્ત્રી કક્ષામાં યુનિ.દ્વિતીય આવતા મહામહિમ ગુજરાત રાજ્યપાલશ્રી કોહલીના હસ્તે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ અેનાયત કરવામાં અાવેલ,.

 તદ્ ઉપરાંત દર્શનમ્ મહાવિદ્યાલયના પ્રાધ્યાપક હાર્દિકભાઇ જોષી અને સુભાષભાઇ વસોયાએ સંસ્કૃત ભાષામાં મહાનિબંધ રજુ કરતા રાજ્યપાલશ્રી કોહલીના વરદ હસ્તે બેયને Ph.D.ની પદવી એનાયત કરવામાં આવી.

    ઉપરાંત નિરંજનદાસજી સ્વામીને શાસ્ત્રી કક્ષાએ સ્વામિનારાયણ વેદાન્તમાં પ્રથમ, જાની રવિ શાસ્ત્રી કક્ષાએ વ્યાકરણમાં પ્રથમ અને રાજ્યગુરુ જયદેવ શાસ્ત્રી કક્ષાએ ન્યાય શાસ્ત્રમાં પ્રથમ આવતા રાજ્યપાલ શ્રી  કોહલીના હસ્તે ત્રણેયને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવેલ.

     આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલપતિ શ્રી ગોપબંધુ મિશ્રજી, સંપુર્ણાનંદ સંસ્કૃત યુનિ.વારાણસીના કુલપતિ શ્રી રાજારામ શુક્લજી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

     એસજીવીપી ગુરુકુલ ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિતિમાં યોજાયેલ સત્સંગ સભામાં   વિદેશ સત્સંગ યાત્રાએ પધારેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ફોનથી તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ કુંમકુંમનો ચાંદલો કરી  વિજેતાઓને શુભાશીર્વાદ આપ્યા હતા.

(12:06 pm IST)