Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

હાર્દિક પટેલ બાદ રેશ્મા પટેલે કરી ચૂંટણી લડવાની જાહેરાત :પોરબંદર અથવા જૂનાગઢથી લડે તેવી શકયતા

ભાજપ ટિકિટ નહિ આપે તો અપક્ષ તરીકે જંગમાં : પક્ષ માટે નહિ પણ સમાજ માટે લડશે ચૂંટણી

અમદાવાદ :લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના દિવસો ગણાઈ રહ્યા છે રાજ્યના તમામ પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાતને ગણતરીના કલાકો જ  પાસમાંથી ભાજપમાં આવેલા રેશમા પટેલે પણ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.  રેશમા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડી શકે છે. માં થશે.

   રેશ્મા પટેલે જો ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષ ચૂંટણી લડવાની તેમણે તૈયારી દર્શાવી છે. જોકે છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલે ભાજપ સામે બાયો ચડાવી છે. તે જોતા ભાજપ રેશમાને મેદાનમાં ઉતારે છે કે નહીં તે જોવું પણ રસપ્રદ બની રહેશે. પ્

હાર્દિક પટેલ બાદ રેશ્મા પટેલે પણ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે. રેશ્મા પટેલે પોરબંદર અથવા જુનાગઢ લોકસભા ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. આ સાથે રેશ્મા પટેલે સ્પષ્ટતા કરી છે કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહી લડે પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે.

(8:26 pm IST)