Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાદરણ-કિખદોડ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કરમસદના તબીબનું મોત

કરમસદ :ભાદરણ-કિંખલોડ માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કરમસદ સ્થિત મેડિકલ હોસ્પિટલના તબીબનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે કારને અડફેટે લીધી હતી
  વડોદરામાં રહેતા અને કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ સંચાલિત ભાદરણ ખાતેના એક્સ્ટેન્શન કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. પંકજ જોશી તેમના નિત્યક્રમ મુજબ ગુરૂવારે સવારે કેન્દ્ર પર આવવા માટે પોતાની કાર લઈને નીકળ્યા હતા ત્યારે ભાદરણ-કિંખલોડ માર્ગ પર આવેલા શિવ ફાર્મ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધા હતા.

(12:51 am IST)