Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અમદાવાદમાં ઓમીક્રોનની દહેશત વચ્ચે તંત્ર સતર્ક : હોમ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર સામે ફરિયાદ

હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર વાસણાના વ્યક્તિ સામે એએમસીએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ:શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હોમ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર સામે એએમસીએ લાલ આંખ કરી છે. જેમાં હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર વાસણાના વ્યક્તિ સામે એએમસીએ ફરિયાદ નોંધાવી છે. આ વ્યકિત 2 ડિસેમ્બરના રોજ તુર્કીથી આવી છે. 

જેમને અમદાવાદ મેડિકલ ઓફિસર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં નિયમનું પાલન ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. તેમના ટેસ્ટ કરવા માટે વારંવાર કૉર્પોરેશનની ટીમ ઘરે જતી હતી છતાં તે ઘરે મળતા નહોતા. જેને લઇને કોર્પોરેશને આખરે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

(12:13 am IST)