Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલ સામે વન વિભાગની ફોર વ્હીલ ગાડી ખાડામાં ફસાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

ગેસ લાઇન માટે ખોદાયેલાં ખાડાઓમાં અવાર નવાર વાહનો પડતા અકસ્માતની ઘટના જોવા મળતી હોવાથી યોગ્ય પુરાણ જરૂરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા લાંબા સમયથી માર્ગો પર ગેસ લાઇન સહિતની કામગીરી ચાલતી હોવાથી વાહન અકસ્માતની ઘટના અવાર નવાર સર્જાઈ રહી છે ત્યારે હાલમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના મુખ્ય માર્ગ ઉપર પણ આ કામગીરી બાદ ઉબડ ખાબડ રોડના પુરાણમાં અનેક ગાડીઓ ગરકાવ થતી હોય આજરોજ સોમવારે વન વિભાગના અધિકારીની ફોર વ્હીલ ત્યાં ખાડામાં ફસાતા ટ્રાફિકજામ થયો હતો અને આ જામ લગભગ કલાક સુધી રહેતા ઇમરજન્સી જેવા સમયે દર્દીઓ માટે આવી વાત જોખમી ગણી શકાય.માટે તંત્ર કામ કરતી એજન્સીને યોગ્ય પુરાણ કરવા તાકીદ કરે તે જરૂરી છે.

(11:02 pm IST)