Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં તે પછી ઠંડીમાં વધારો થઇ શકેઃ હવામાન વિભાગની આગાહી

હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચારથી પાંચ દિવસ પછી ઠંડીમાં ઉત્તરોતર વધારો થશે, જેથી આગામી થોડા જ દિવસો પછી ગુજરાતભરમાં હાડ થિજવતી ઠંડી પડવાનું શરૂ થઈ જશે

ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને માવઠાઓએ ઘણો નુકશાન પહોંચાડ્યું છે. જોકે હવે માવઠાનો ડર ખત્મ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી આગાહી કરી છે કે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. જે પછી ઠંડીમાં વધારો થઇ શકે છે. નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સામાન્ય ઘટાડા સાથે 18.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 9 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો શરૂ થશે. રવિવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 11.8 ડિગ્રી નલિયામાં નોંધાઈ હતી. આ સાથે જણાવ્યુ હતુ કે, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે, જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેર-ફાર થશે નહીં.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચારથી પાંચ દિવસ પછી ઠંડીમાં ઉત્તરોતર વધારો થશે. જેથી આગામી થોડા જ દિવસો પછી ગુજરાતભરમાં હાડ થિજવતી ઠંડી પડવાનું શરૂ થઈ જશે.

(5:32 pm IST)