Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વડોદરા દુષ્કર્મ કેસઃ એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ થયો

મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની નોંધ કરી હતી, ત્યારે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા અનેક મોટા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે

વડોદરા: શહેરમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે, હવે એક વખત ફરીથી એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવતા પોલીસ દ્વિધામાં પડી ગઈ છે. હવે ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ યુવતી પર ગેંગ રેપ થયો નથી. હાલ આ એફએલએલ રિપોર્ટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ કેસમાં પ્રતિદિવસ ગૂંચવણો ઉભી થતી અપડેટ સામે આવી રહી છે. હવે FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ના હોવાની વાતો સામે આવી રહી છે. આ ખુલાસા પછી પોલીસ પણ વિચારી રહી છે કે, જો દુષ્કર્મ આચવામાં આવ્યું નથી તો યુવતીએ આત્મહત્યા કેમ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, વડોદરામાં નવસારીની યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ પીડિતાની લાશ શંકાસ્પદ હાલતમાં ગુજરાત ક્વિન ટ્રેનમાંથી મળી આવી હતી. પીડિતાનાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, શ્વાસ રુંધાવાના કારણે પીડિતાનું મોત નીપજ્યું છે. તે ઉપરાંત રેલવે પોલીસ અને SITની તપાસમાં રેપ થયો હોવાનું સામે આવ્યું હતુ. પીડિતાની સાયકલ પણ મળી આવી છે. જોકે, પોલીસ હજું સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

(5:32 pm IST)