Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બારડોલી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવેલો દારૂ લેવા ગયેલા ચાર બુટલેગરોને જિલ્લા એલ.સી.બીએ ઝડપ્યા

62 હજારથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત જિલ્લા એલ.સી.બી.ની પોલીસે બારડોલીના તેન રોડ પરથી ટ્રેનમાંથી ઉતરેલ વિદેશી દારૂની ડિલિવરી લેવા મોપેડ પર ગયેલા ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી 62 હજારથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના નવાપુર તરફથી રેલવે માર્ગે વિદેશી દારૂનો જથ્થો આવેલ છે જે જથ્થો લેવા રેલવે સ્ટેશનની બહાર તેન રોડ પર અંધારામાં ચાર પાંચ મોપેડ વાળા ઈસમો આવેલ છે અને તેઓ દારૂનો જથ્થો બહાર કાઢી રહેલ છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચતા જ ત્યાં બાતમી મુજબ પાંચ મોપેડ ઉભા હતા અને મોપેડ પર મોટા થેલા મુકેલ હતા. મોપેડ બેસવા માટે ચાર શખ્સો બહાર નીકળતા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે મોપેડ પર મૂકેલા થેલા ચેક કરતા અંદરથી 660 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ 62 હજાર 95 મળી આવ્યો હતો. પોલીસે દારૂ લેવા આવનાર લલ્લન પ્રસાદ યાદવ ( રહે, ગોપાલ નગર, બાબેન, મૂળ રહે છપરા, બિહાર), ધીરજ ઉર્ફે લાલુ શાંતુ રાઠોડ ( રહે કાન ફળીયા બારડોલી), ફૈઝલ ઉર્ફે લાલુ ઝાકીર પટેલ ( રહે સુરતીઝાપા, બારડોલી) અને અમિત નવીન રાઠોડ(રહે સુરતીઝાપા, બારડોલી)ની ધરપકડ કરી હતી જ્યારે જાવેદ ઉર્ફે બાટલી ( બારડોલી) અને વિલાસ ( નવાપુર, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી 62 હજાર 95નો વિદેશી દારૂ, એક મોબાઈલ ફોન કિંમત રૂ 500, પાંચ મોપેડ કિંમત રૂ. 2 લાખ 8 હજાર મળી કુલ 2 લાખ 70 હજાર 595નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ReplyReply to allForward

(12:24 am IST)