Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઝાયડસ કેડિલા કંપનીના કોર્પોરેટ પાર્કમાં કોવિડ વોરિયર્સને સમર્પિત 262 x 85 ફૂટ સાઈઝની 'ટુગેધર વી ‌ફલાય' જાહેર કલાકૃતિનું અનાવરણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ કોરોના વોરિયર્સને બિરદાવતાં કહ્યું 'ટુગેધર વી ફલાય' નો સંદેશો દર્શાવે છે કે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકાય

અમદાવાદ :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઝાયડ્સ કેડીલા કંપનીના અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત કોર્પોરેટ પાર્ક ખાતે કોવિડ વોરિયર્સને સમર્પિત 262 x 85 ફૂટ સાઈઝની 'ટુગેધર વી ‌ફલાય' જાહેર કલાકૃતિનું અનાવરણ કર્યું હતું. તેમણે કોરોના વોરિયર્સને બિરદાવતાં કહ્યું હતું કે 'ટુગેધર વી ફલાય' નો સંદેશો દર્શાવે છે કે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકાય છે.

(10:03 pm IST)